Sunday, December 16, 2012

કમાણી કરાવી આપતા અત્યાધુનિક કોર્સ



Nov 18, 2012

Guidance
જ્યારે આપણે અભ્યાસનો આરંભ કરીએ છીએ ત્યારે એક લક્ષ્ય રાખીએ છીએ, શ્રેષ્ઠ નોકરી મેળવવાનું. ડિગ્રી મેળવ્યા પછી જે કંપનીમાં આપણે જોબ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ તે કંપની જ આપણને સર્ટીફિકેટ આપે તો....
 પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન ફાયનાન્સિયલ માર્કેટ્સ
 
સર્ટિફિકેટ કોણ આપશે?
ભારત દેશના સ્ટોક એક્સચેન્જમાં અગ્રેસર ગણાતું નામ એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિ. જ્યાં લોકો વિશ્વાસ મૂકીને કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. આ રોકાણ પર ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે તે માટે કંપની પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવે છે. તે ટીમમાં વિશ્વાસુ અને કાર્યશીલ કર્મચારી મળી રહે તે માટે નેશનલ સ્ટોક એક્ચેન્જ ઓફ ઇન્ડિયા લિ. આ કોર્સની ઓફર કરે છે. કંપનીનું જોડાણ ફાયનાન્સમાં અગ્રેસર શૈક્ષણિક સંસ્થામાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સાથે છે. આ સંસ્થાને ભારત સરકારના નાણાકીય ખાતા તરફથી ચલાવવામાં આવે છે.
શું ભણાવવામાં આવે છે?
  • માર્કેટ રિસર્ચ
  • ટ્રેડિંગ સ્કિલ
  • માર્કેટ સિમ્યુલેશન સોફ્ટવેર
  • ઇન્વેસ્ટમેન્ટ
  • ઇન્ટરનેશનલ ફાયનાન્સ એક્સપોઝર
યોગ્યતા
  • ઉમેદવાર ૫૦% સાથે સ્નાતક થયેલ હોવો જરૂરી છે. ઉમેદવારને કેટ, મેટ અને કસેટના સ્કોરને આધારે પ્રવેશ આપવામાં આવે છે.
  • ઉમેદવાર સંસ્થા દ્વારા લેવાતી ઓનલાઇન ટેસ્ટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આપીને પણ ઉત્તીર્ણ થઈ શકે છે.
પગારધોરણ
  • રૂ. ૨૦,૦૦૦થી રૂ. ૨૫,૦૦૦ જેવો પગાર શરૂઆતના તબક્કે મળે છે.
નોકરીની તકો
સંસ્થા દ્વારા જ વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ કરાવવામાં આવે છે. ઉમેદવાર વિવિધ ક્ષેત્રોમાં નોકરી કરી શકે છે, જેમ કે...
  • માર્કેટ રિસર્ચર
  • ફન્ડ રિસ્ક મેનેજર
  • વેલ્થ મેનેજર
  • ફાયનાન્સિયલ જર્નલિસ્ટ
  • બેંક
  • મ્યુચ્યુઅલ ફંડ
  • રિસર્ચ ફર્મ
  • બ્રોકિંગ ફર્મ
  • ઇક્વિટી રિસર્ચ કંપની
  • કેપિટલ માર્કેટ્સ
ક્રિસીલ સર્ટીફાયડ એનાલિસ્ટ પ્રોગ્રામ
 
સર્ટીફિકેટ કોણ આપશે?
વિશ્વભરમાં દરેક દેશનું મૂલ્યાંકન સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર કંપની કરે છે. દેશમાં કેટલી સધ્ધરતા, આર્થિક ક્ષમતા અને સલામતી છે તેનું મૂલ્યાંકન આ કંપની કરે છે. તેમનો ભાગ ગણાતી અને વિશ્વભરમાં રેટિંગ એજન્સીમાં જેનું નામ મોખરે ગણાય છે તે ક્રિસીલ એજન્સી આ કોર્સ ઓફર કરે છે. ક્રિસીલ એજન્સી વિશ્વભરની બેંકો અને ફર્મના રિસર્ચ ડેટા પૂરા પાડે છે.
યોગ્યતા
  • ૬૦% સાથે સ્નાતક થયેલ ઉમેદવાર કોર્સ કરી શકે છે.
  • ઉમેદવારની પસંદગી કેટ અને ક્સેટના સ્કોરને આધારે કરવામાં આવે છે.
  • ઉમેદવાર સંસ્થા દ્વારા લેવાતી એપ્ટિટયૂડ ટેસ્ટ પાસ કરીને પણ પ્રવેશ મેળવી શકે છે.
તકો
  • રિસર્ચ કંપની
  • માર્કેટ એનાલિસ્ટ કંપની
  • મેનેજમેન્ટ કંપની
  • ઇન્ટરનેશનલ એજન્સી ફર્મ
  • ફાયનાન્સ કંપની
પગારધોરણ
  • ઉમેદવારને પ્રથમ વર્ષ અભ્યાસની સાથે ૧.૨૫ લાખ ર્વાિષક પગાર ચૂકવવામાં આવે છે.
  • દ્વિતીય વર્ષમાં ૨.૨૫ લાખ ર્વાિષક પગારરૂપે ચૂકવવામાં આવે છે.
  • ડિગ્રી મેળવ્યા પછી ઓછામાં ઓછું ર્વાિષક ભથ્થું ૬ લાખ જેવું મળે છે.
શું ભણાવવામાં આવશે?
૨૪ અલગ અલગ ફાયનાન્સના વિષયો પર વિસ્તારથી ભણાવવામાં આવે છે.

No comments:

Post a Comment