Jul 01, 2012
Study Option
તમે ક્રિએટિવ વિચારી શકો છો? તો તમે તમારી કરિયર વિજ્ઞાપન ક્ષેત્રે બનાવો, કેમ કે આજના યુગમાં પ્રોડક્ટ ગમે તેટલી સારી હોય પણ જો તેને માર્કેટમાં યોગ્ય વિજ્ઞાપન દ્વારા વિઝન આપવામાં ન આવે તો તે ગ્રાહકો સુધી પહોંચી શકતી નથી. વિજ્ઞાપન ક્ષેત્ર એ પ્રોડક્ટ અને ગ્રાહકોને જોડતી કડી છે. વર્તમાન સમયમાં વિજ્ઞાપન ક્ષેત્ર મીડિયાનું સૌથી ઉભરતું ક્ષેત્ર છે અને તેમાં કરિયર બનાવીને તમે તમારા વિઝનને રંગોથી ભરી શકો છો.વિજ્ઞાપન ક્ષેત્ર ઉમદા બિઝનેસ ચોક્કસ છે પણ એક વાત યાદ રાખજો વિજ્ઞાપન ક્ષેત્રમાં કરિયર બનાવવી આસાન નથી, કેમ કે તેના માટે તમારે દરરોજ નવા-નવા વિચારો સાથે કામ કરવું પડે છે. આ ક્ષેત્રમાં જો કોઇ પરિશ્રમ કામનો હોય તો તે બૌદ્ધિક પરિશ્રમ છે.
વિજ્ઞાપન ક્ષેત્ર શું શીખવે છે?
* માંગ કઈ રીતે ઊભી કરવી?* માર્કેટિંગ સિસ્ટમને પ્રમોટ કઈ રીતે કરવી?
* ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે ઝડપી કનેક્શન કઇ રીતે કરવું?
* અર્થતંત્રમાં પ્રતિષ્ઠા કઇ રીતે ઊભી કરવી?
વિજ્ઞાપન ક્ષેત્રમાં બેસ્ટ બનવા તમારે શું કરવું?
* પુષ્કળ વાંચન
* દરેક ક્ષેત્રની માહિતી મેળવો
* ભાષા પર પ્રભુત્વ
* સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણથી જાણકાર રહો
* દરરોજ નવા-નવા કન્સેપ્ટ તૈયાર કરો
* એક્ષપર્ટ માણસો સાથે કોમ્યુનિકેશન રાખો
શૈક્ષણિક યોગ્યતા
* વિજ્ઞાપન ક્ષેત્રમાં એડમિશન મેળવવા માટે સ્ટુડન્ટ પાસે કોઇ પણ સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે. ઓછામાં ઓછા ૫૦ ટકા હોવા જરૂરી છે.
પ્રવેશ કઈ રીતે મેળવી શકાય?
* દરેક કોલેજ-યુનિવર્સિટીની એન્ટ્રન્સ લેખિત પરીક્ષા હોય છે જે પાસ કરવી જરૂરી છે.
શૈક્ષણિક સંસ્થાઓ
* મુખ્ય સંસ્થાઓ
* મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્યુનિકેશન, અમદાવાદ* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, ન્યૂ દિલ્હી
* ઝેવિયર ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્યુનિકેશન, મુંબઈ
* નરશી મોનજી ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈ
* ભવન્સ સ્કૂલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ, કોલકાતા
* ભારતીય વિદ્યા ભવન, ન્યૂ દિલ્હી
* ભારતીય વિદ્યા ભવન, મુંબઈ
અભ્યાસક્રમ
* પ્રિન્ટ મીડિયા
* ઇલેક્ટ્રોનિક મીડિયા
* કન્સેપ્ટ ડિઝાઇન
* ટેલિવિઝન પ્રોડક્શન
* ફિલ્મ પ્રોડક્શન
* મલ્ટિ મીડિયા પ્રોડક્શન
* કોપીરાઇટ
* ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ
* ઓડિયો-વીડિયોના કોઇ પણ ક્ષેત્રમાં
કામ ક્યાં મળશે?
* માહિતી ખાતું, રાજ્ય સરકાર* માહિતી ખાતું, કેન્દ્ર સરકાર
* ન્યૂઝ કંપની
* એડ્વર્ટાઇઝિંગ કંપની
* ફિલ્મ પ્રોડક્શન હાઉસ
* ટેલિવિઝન પ્રોડક્શન હાઉસ
* મીડિયા એજન્સી
* રિસર્ચ એન્ડ ડેવલોપિંગ કંપની
વિશેષ કૌશલ્ય
* કમ્પ્યુટરનું ઊંડું જ્ઞાન
* તાર્કિક બુદ્ધિ
* સમયપાલન
* કોમ્યુનિકેશન સ્કીલ
* જાહેરખબરથી જાણકાર
પગાર ધોરણ
* ખાનગી ક્ષેત્રમાં શરૂઆત રૂ. ૧૦,૦૦૦થી થાય છે. સરકારી ક્ષેત્રમાં સરકારના નિયમ મુજબ પગારધોરણ હોય છે. વાર્ષિક આશરે ૩ લાખથી વધુ કમાઈ શકે છે. ત્યારબાદ પદમાં વૃદ્ધિ થતાં પગારધોરણમાં પણ વૃદ્ધિ થતી રહે છે.
No comments:
Post a Comment