વોશિંગ્ટન, તા. ૨૦
જર્મનીમાં દરરોજ માત્ર ચાર કલાકની જ જોબ
વિશ્વમાં નોકરિયાતવર્ગનો કામકાજનો સમય તેમની જીવનશૈલીને ઘણી અસર કરે છે, તાજેતરમાં જ ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે એમ્પ્લોયમેન્ટ આઉટલૂક અહેવાલ પ્રકાશિત કર્યો છે,જેમાં વિશ્વના દેશોમાં નોકરિયાતોના કામકાજના વાર્ષિક સરેરાશ કલાક વિશે એક યાદી તૈયાર કરાઈ છે. આવા દેશોમાં જર્મની પહેલા સ્થાને છે, અહેવાલમાં જણાવાયું છે કે, વિશ્વના મોટાભાગના દેશોમાં કામકાજના વાર્ષિક સરેરાશ કલાક ૨૦ કરતાં વધુ ઘટયા છે.
કામકાજના ઓછા કલાકવાળા ટોપ ટેન દેશ
૧. જર્મની
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૩૩૦
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૨૫.૬
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૩૫.૩૩ ડોલર(સાતમા ક્રમે)
૨. નેધરલેન્ડ
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૩૩૬
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૨૫.૭
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૪૨.૬૭ ડોલર(ચોથા ક્રમે)
૩. ફ્રાન્સ
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૩૯૨
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૨૬.૮
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૩૪.૨૬ ડોલર(આઠમા ક્રમે)
૪. ઓસ્ટ્રિયા
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૪૩૧
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૨૭.૫
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૩૬.૬૩ ડોલર(છઠ્ઠા ક્રમે)
૫. બેલ્જિયમ
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૪૪૬
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૨૭.૮
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૩૮.૯૦ ડોલર(પાંચમા ક્રમે)
૬. આયર્લેન્ડ
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૪૬૯
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૨૮.૩
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૪૫.૫૩ ડોલર(ત્રીજા ક્રમે)
૭. ડેન્માર્ક
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૪૯૬
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૨૮.૮
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૪૮.૮૨ ડોલર(સૌથી આગળ)
૮. લક્ઝમબર્ગ
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૫૬૫
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૩૦.૧
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૪૬.૭૮ ડોલર(બીજા ક્રમે)
૯. ફિનલેન્ડ
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૫૭૮
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૩૦.૩
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૩૩.૬૩ ડોલર(નવા ક્રમે આગળ)
૧૦. બ્રિટન
- પ્રતિ વ્યક્તિ વર્ષના સરેરાશ કલાક : ૧,૬૧૧
- પ્રતિ સપ્તાહ કામકાજના સરેરાશ કલાક : ૩૧
- પ્રતિ કલાક સરેરાશ પગાર : ૩૧.૨૭ ડોલર(૧૧મા ક્રમે)