કઈ ભાષાને કરિયર તરીકે બનાવવી તેની મૂંઝવણમાં હો, ત્યારે કોઈ પણ ભાષામાં કરિયર બનાવવા ઇચ્છુકો માટે પેશ છે આવશ્યક કોમન ટિપ્સ...
દેશની અને વિદેશની જુદી જુદી ભાષાઓના કરિયર ઓપ્શન્સ જોયા બાદ, કઈ ભાષાને કરિયર તરીકે બનાવવી તે અંગે મીઠી મૂંઝવણમાં હોય, ત્યારે કોઈ પણ ભાષામાં કરિયર બનાવવા ઇચ્છુકો માટે જરૂરી એવી કોમન ટિપ્સ - લઘુતમ સાધારણ અવયવ (લ.સા. અ.) તરીકે આપી દઈએ.
પહેલું ટાર્ગેટ, લેન્ગ્વેજ એક્સ્પર્ટ : શું આપને માસિક પગાર છ આંકડામાં જોઈએ છે? જો તમારી પાસે આકર્ષક વ્યક્તિત્વ, અંગ્રેજી ભાષાનું સમજપૂર્વકનું જ્ઞાન ઉપરાંત એક વિદેશી ભાષાનું સી૨ લેવલનું સર્ટિફિકેટ હોય, તો મલ્ટિનેશનલ કંપનીઝ (ઝટઈ) માં લેન્ગ્વેજ એક્સ્પર્ટ તરીકેની પોસ્ટ મળી શકે છે. હા, જે-તે એમએનસી જે દેશનું પ્રતિનિધિત્વ કરતી હોય, તે દેશની નેટિવ લેન્ગ્વેજ આપને આવડતી હોવી જરૂરી છે.
એબ્રોડ સ્ટડી અને ઇમિગ્રેશન : લાખો રૂપિયા ફી ભરીને દેશમાંથી વિદેશમાં ભણવા જનાર સરેરાશ યુવા વર્ગ દેશમાં પાછો આવવા માગતો નથી. એવા સમયે પી.આર. માટે જે-તે દેશની લોકલ લેન્ગ્વેજ જાણવી જરૂરી છે. જેમ કે કેનેડા-ક્યૂબેકના પીઆર માટે વિદ્યાર્થીનું ૨૦ વર્ષનું ગ્રેજ્યુએશન કક્ષાનું શિક્ષણ જેટલા પોઇન્ટ્સ અપાવશે, તેનાથી વધુ પોઇન્ટ્સ માત્ર ૨ વર્ષનું ફ્રેન્ચ ભાષાનું શિક્ષણ અપાવશે.
ઘરેબેઠાં કરો કમાણી : દરેક ભાષાનું કોમન કરિયર ઓપ્શન છે - અનુવાદક બનવાનું. ભાષાંતર કે ભાવાનુવાદ કરવાના ભારતીય ભાષાઓમાં પાનાદીઠ ૪૦થી ૪૦૦ મળે છે. જ્યારે વિદેશી ભાષાઓમાં તે શબ્દદીઠ ૨થી પનો હોય છે. આમ ઘરેબેઠાં કમાણી કરવાનું કામ સર્જનાત્મક/સંશોધનાત્મક વિચારસરણી ધરાવનારાઓ, નિવૃત્ત લોકો તેમ જ ગૃહિણીઓ માટે આદર્શ છે. જોકે તે માટે બંને ભાષાઓ પર કમાન્ડ હોવો જરૂરી છે. તેમ જ ભાષાંતર કરવાની ડેડલાઇન જાળવવાની ટમ્ર્સ એન્ડ કંડિશન એપ્લાય. હા, કમાણી ઉપરાંત વિશ્વભરનું ઉત્તમ સાહિત્ય વાંચવા મળે મફતમાં, તે બોનસ. બાય વન ગેટ ટુ ફ્રી.
દેશમાં બેઠાં બેઠાં કરો વિદેશી કમાણી : સ્વાભાવિક રીતે જે-તે કામ વિદેશમાં જઈને કરવાથી પ્રમાણમાં વધુ કમાણી મળે છે, પરંતુ સામે પક્ષે વિદેશમાં રહેવાનો ખર્ચ, સલામતી, ઘરનું ખાવાનું, કુટુંબીજનો-મિત્રોથી દૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ આઉટર્સોસિંગનું કામ કરતા બીપીઓ, કેપીઓ તેમ જ એલપીઓમાં દેશમાં બેઠાં બેઠાં વિદેશી કમાણી થઈ શકે છે. વળી તેમાં પાંચ દિવસનું અઠવાડિયું અને શનિવાર-રવિવારની રજા મળે ખરી, પણ દરરોજ નાઇટ શિફ્ટમાં કામ કરવાનું તેમ જ ભારતીય તહેવારોની રજા ન મળે, તેવા રિસ્ક ફેક્ટર્સ પણ ધ્યાનમાં રાખવા.
હરોફરો, વાત કરો અને પૈસા મેળવો : વિદેશી ટૂરિસ્ટો / ડેલિગેટ્સના સરકારી કે ખાનગી ટૂર ગાઇડ બની જાવ. તેમના ખર્ચે હરોફરો અને તેમની ભાષામાં વાતો કરો અને મેળવો દૈનિક ૨૦૦૦થી ૩૦૦૦નું વેતન, પરંતુ તે માટે ઐતિહાસિક સ્થળોનું જ્ઞાન હોવું જરૂરી છે અને તહેવારોમાં કુટુંબથી દૂર રહેવાની માનસિક તૈયારી.
વાતો સાંભળવાની અને વાતો કરવાની ફી : ઇન્ટરપ્રિટર (દુભાષિયા) બની જાવ, વિદેશી ભાષામાં વાતો સાંભળીને દેશી ભાષામાં ભાષાંતર મોટે ભાગે ભાવાનુવાદ મોઢે કરવાની કળા આવડે, અને જો તેમાં સ્પીડ જાળવી શકાતી હો તો આપનું સ્વાગત છે તે જ પ્રમાણે માતૃભાષા ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા હો, બિનનિવાસી ગુજરાતીઓ પ્રભુત્વ ધરાવતા દેશો અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરેમાં પહોંચી જાવ, ત્યાંની રેડિયો/ ટીવી ચેનલો ઉપર સમાચારવાચક, ઉદ્ઘોષક તરીકેનું ગ્લેમરસ કાર્ય સારા વળતર સાથે મળી શકે. શુદ્ધ હિન્દી જાણનારાઓ માટે આપણી ટીવી
ચેનલોના ધારાવાહિકના સંવાદો-પટકથા લખવાથી શરૂ કરીને બોલિવૂડમાં સ્ટોરી રાઇટિંગ સુધીનું કામ મળી શકે.
બિઝનેસમેન વધારી શકે બિઝનેસ : ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા બિઝનેસમેન જરૂર પડયે ઇન્ટરપ્રિટર ટ્રાન્સલેટરનો ઉપયોગ કરી શકે, પણ તેનાથી વેપાર ધીમો પડે છે. વળી તેમાં ૧:૧ની ફીલિંગ્સનો અભાવ છે. ફ્રેન્ચ, રશિયન, ઇટાલિયન, સ્પેનિશ, અરેબિક, ચાઇનીઝ ફૂડ તમને ગમે અને તેની રેસ્ટોરાં આપણા દેશમાં શરૂ કરવા માગતા હો, તો જાણી લ્યો તેઓની રેસિપી બુક તેમની લેન્ગ્વેજમાં જ અવેલેબલ છે. નોન-ઇંગ્લિશ પબ્લિકેશન્સમાં દર વર્ષે ૬૦,૦૦૦ પબ્લિકેશન્સ એકલાં જર્મન ભાષાનાં છે, જે વિશ્વની તમામ ભાષાના આખા વર્ષનાં કુલ પબ્લિકેશન્સના ૧૮„ છે. જર્મન ભાષા વિશ્વના પુસ્તક પ્રકાશનમાં ત્રીજા નંબરે છે.
મિત્રતા ભણી ચેતવણી : 'ઇઝી ઇંગ્લિશ’ ફ્રેન્ચ બે મહિનામાં 'ચાઇનીઝ વીક-એન્ડમાં’ જેવા અભ્યાસક્રમોથી ચેતો. તેમના પ્રોમિસ જેન્ટલમેન્ટ્સ પ્રોમિસ નથી. કોઈ પણ ભાષાનો બેઝિક ફંડા સમજવા ૬ મહિનાથી ૧ વર્ષ જેટલો સમય લાગે જ.
યુનિવર્સિટી, લેન્ગ્વેજ સ્કૂલ કે ફોરેન કલ્ચરલ ઇન્સ્ટિટયૂટ્સમાંથી વિદેશી ભાષા શીખો તે એક આદર્શ ઓપ્શન છે. તમારા સિટીમાં તે અવેલેબલ ન હોય તો ખાનગી કોચિંગ લઈ શકાય, પણ જે-તે પ્રાઇવેટ કોચિંગ સેન્ટરનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન થયેલું હોવું જરૂરી છે. પ્રાઇવેટ ટયૂટર પાસેથી ૧:૧ શીખવું એ પણ બેસ્ટ ઓપ્શન છે, પણ પછી એક્ઝામ આપવા માટે જે-તે ઓથોરાઇઝ સેન્ટરમાં જવાની માનસિક તૈયારી રાખવી.'
કરિયર ર૨૦:'જોવ્યક્તિ જે ભાષા સમજતી હશે, તેમાં વાત કરશો, તો તેના દિમાગમાં ઊતરશે, પણ જો તમે તેની ભાષામાં વાત કરશો, તો તે તેના દિલમાં ઊતરશે.’ - નેલ્સન મંડેલા
શેક્સપિયરના કોમેડી સર્જન 'ટ્વેલ્થ નાઇટ’માં વાયોલિન વગાડતા, ચાર ભાષા જાણનાર જેન્ટલમેન કુદરતની સુંદર ભેટો અને લોકોની પ્રશંસા મેળવે છે.
samprat_12@yahoo.com